મૌન. એક એવી તાકાત જે બધાની પાસે છે પણ કોઇ ઉપયોગ કરતું નથી. પણ જે અા તાકાત નો ઉપયોગ કરે છે તેમણે પછી કયારેય પોતાની વાત મનાવવા માટે બોલવાની જરૂર નથી પડતી. જેમ ગરમ થઇ ગયેલ ગાડીને કુલ કરવી પડે તેજ રીતે રોજ અોછામાં અોછી 15 મીનીટ પોતાની જાતને શાંત પડવા દો. ઘરમાં, અોફીસમાં, ગાર્ડનમાં કે જયાં પસંદ પડે ત્યાંય શાંત જગ્યા ગોતી ત્યાંજ રોજ પોતાની જાત સાથે સમય પસાર કરો. બને તો કુદરતની વધુ નજીક રહો. અા સમય દરમ્યાતન પોતાની જાતને વધુ એકસપ્લોજર કરો. વધુ ખુલવા દો. જીંદગી વધારે અારામદાયક લાગશે.