હમણા ત્રણ–ચાર દિવસ પહેલા મારા એક કર્મચારીના પિતાજી ગુજરી ગયા. લગભગ એકાદ મહિનાથી બીમાર હતા. જઠર અને આતરડાના જોડાણ પર અલ્સર છે તેવું ડોક્ટરે કહેલું. સતત બ્લીડીંગ થતું હતું. છેવટે તેમને ઓપરેશન કરાવવાનું કહેવામાં આવ્યું. હોસ્પિટલ માં સવારે ૮ વાગ્યે ઓપરશનની એપોઈન્ટમેન્ટ મળી. સમય પહેલાજ આ લોકો ત્યાં પહોચી ગયા. ડોક્ટરની ચિઠ્ઠી બતાવી, ઓપરશન હોવાનું કહેવામાં આવ્યું.
હવે હોસ્પિટલમાં પહેલાતો બે વોર્ડના કર્મચારીઓ અંદર અંદરજ ઝગડ્યા. કોઈ તેને પોતાના વોર્ડ માં રાખવા નહોતું માંગતું. એક બીજાને ખો આપે રાખતા હતા. એક કહે આ અમારો કેસ નથી બીજો કહે અમારો નથી તમારો જ છે. એમ કરતા ૨ કલાક નીકળ્યા. દરમ્યાન ડોક્ટરને ફોન કરવામાં આવ્યો કે અમે ઓપરશન માટે આવી ગયા છીએ. ડોક્ટરે કહ્યું “ હું મારી રીતે આવી જઈશ.” અહિયા વોર્ડ માં કોઈ દાખલ નહોતું કરતુ. ત્યાં ડોક્ટર આવતા નહોતા. એમ કરતા ખાસ્સો સમય જતો રહ્યો. એ દરમ્યાન ડોક્ટરને બીજા ૨-૩ ફોન કરવામાં આવ્યા. છેવટે તેમણે કહ્યું “મારે આવવાનું હશે ત્યારે આવી જઈશ. આ રીતે વારે વારે ફોન કરીને મને ડીસ્ટર્બ ના કરો.” આમ કરતા ખાસ્સો સમય વીતી ગયો. આ વ્યક્તિ એમને એમજ મરણને શરણ થઇ. શબ વાહિની કરીને બાકીના લોકો પાછા આવવા માટે નીકળી ગયા. ત્યાં સુધી તો ડોક્ટર નહોતા આવ્યા.
ભગવાન આ મરનાર અને ડોક્ટર બંને ની આત્મા ને શાંતિ આપે.