પીપલી – લાઈવ. ખરેખર તો તેનું નામ ભારત – લાઈવ રાખવું જોઈતું હતું. કારણ કે આ કઈ એક ગામની વાત નથી. આખા ભારતની વાત છે.
ખરેખર સમસ્યા શું છે? ગરીબી? બેરોજગારી? ભુખ? નિરક્ષરતા? રાજકારણ? મીડિયા? શું છે સમસ્યા? મારા ખ્યાલમાં આપણી સમસ્યા છે કોઈ પણ સાચી સમસ્યા અને તેના સમાધાન માટે લાપરવાહ રહેવું. કાશ્મીર ભડકે બળતું હોય છે ત્યારે આપણી સમસ્યા સાનિયા મિર્ઝા હોય છે.
પીપલી લાઈવ જોઈને થીયેટરમાંથી બહાર નીકળતો હતો, ત્યારેજ મારી બાજુમાં કોઈ બોલ્યું “આની કરતા લફંગે પરિન્દે જોયું હોત તો વધારે મજા આવેત” ત્યારે સ્ક્રીન પર લાઈન હતી “ભારત માં દર વર્ષે ૮૦ લાખ ખેડૂતો ખેતી છોડી રહ્યા છે.”
રોમ ના અત્યંત લાપરવાહ શાસક નીરો માટે એક બહુ પ્રસિદ્ધ વાત છે. “રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો ફિડલ વગાડતો હતો હતો.” જો આજ વાત ભારતના સંદર્ભમાં કહેવી હોય તો એમ કહી શકાય કે “રોમ ભડકે બળે છે અને આખું રોમ ફિડલ વગાડે છે.”