ઇન્ડિસ હવે નવી ઓફિસમાં…..

ઇન્ડિસ પોતાની નવી ઓફિસમાં શીફ્ટ થઇ રહી છે. થોડાજ સમયમાં પોતાના આઠમાં વર્ષમાં પ્રવેશનારી મારી આ “બ્રેઈનચાઇલ્ડ” એ આજ સુધીમાં મારી સાથે સાથે ઘણા ચડાવ ઉતાર જોઈ લીધા. ખિસ્સામાં એક પણ પૈસો નહોતો. ૧૨૦ રૂપિયાની ઉધારીથી શરુ કરેલી ઇન્ડિસએ હાલમાંજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રૂપિયા ૨૩ કરોડમાં એમ ઓ યુ કર્યા છે. આવતા ૨ વર્ષમાં ઇન્ડિસ ઓછામાં ઓછા બસ્સો લોકોની “તાકાત” ધરાવતી કંપની બની જાય એ હવે મારા માટે પહેલું લક્ષ્ય છે. વિશ્વાસ છે, બહુ જલ્દી પૂરું થશે.

મને બધા અભિનંદન આપે છે. ઘરના, બહારના, ઓળખાતા અને ન ઓળખાતા બધા. પણ મારે સહુને એટલુંજ કહેવાનું કે આપ સૌ પોતાની જાતને અભિનંદન આપો. માત્ર મને મને. હજુ તો મારું જીવન લક્ષ્ય દુર છે, પણ અત્યારે જ્યાં પણ છું તેમાં આપ સૌનો કૈક ને કૈક ફાળો છે. નાનો કે મોટો. માટે ઇન્ડિસ એ કાઈ એક કંપની નથી, એક પ્લેટફોર્મ છે. જ્યાં ઉભા રહી આપણે સહુ પોતાના જીવન માં “કઈક કરી બતાવવા માટે મહેનત કરીએ છીએ.“

હમણાંજ એક કર્મચારીએ મને નવી ઓફીસ માટે અભીનંદન આપ્યા. મેં તેને સામા અભિનંદન આપ્યા. તમારી જવાબદારી નાની હોય કે મોટી, એ આમાં  બિલકુલ મહત્વનું નથી. મહત્વની વાત કંપની અને કંપનીના ધ્યેય માટે તમારી નિષ્ઠા અને કામ કરવાની વૃત્તિ છે.

ઇન્ડિસ ના કર્મચારીઓ, ગ્રાહકો, મારા કુટુંબીજનો કે ઇન્ડિસ સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા તમામ લોકોને મારે માત્ર એટલુંજ કહેવાનું કે આપણે રામસેતુ બનાવી રહ્યા છીએ. આમાં હનુમાન અને ખિસકોલી બંનેનું મહત્વ સરખું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *


Scroll to Top