ભારતની પ્રજાને સ્વત્રંત્રતા શું કહેવાય એ સમજાવી સ્વત્રંત્ર ભારતનું નિર્માણ કરનારા વિરલ વ્યક્તિ સરદાર વલ્લભભાઈ પટેલના કેટલાક વાક્યો.
– હું શીખવવા માગું છું કે આ સરકારનું રાજ્ય કેવળ તમારી નબળાઈ પર જ ચાલે છે.
– તમે પવિત્ર થાઓ અને એબ કાઢી નાખો તો તમારે કોઈથી ડરવાનું નથી. જે દિવસે તમે નીડર થયા એજ વખત થી તમે સ્વતંત્ર છો.
– ગમતી સલાહ તો સૌ માને, પણ ના ગમતી સલાહ માનતા થશો ત્યારે જ સ્વરાજ સ્થાપવું સંભવિત છે.
– આપણું નિશ્ચયબળ અને ભોગ આપવાની તૈયારી એ આપણા હથિયાર છે.
– તાકાત વગર બોલવાથી ફાયદો નથી. દારૂગોળા વગર જમગરીથી ભડાકો નથી થવાનો.
– હું કાયરોને લઈને લડવા નીકળ્યો નથી. હું તો સરકારનો ડર છોડી બહાદુર બન્યા તેમની સાથે ઉભો રહીને લડવા માગું છું.
વાચતા વાચતા એવું લાગ્યું કે તેમણે ૭૦-૮૦ વર્ષ પહેલા ભારતના લોકો ને જે શિખામણો આપી તેમાંથી આપણે એક પણનું પાલન કર્યું નથી?