આમતો અમરિકા ભારતની તરફેણમાં બહુ નિર્ણયો લેતું નથી. પછી તે આર્થીક હોય કે આતંકવાદ. મોટાભાગે તો ભારતે શરમમાં મુકાવાનું જ આવે છે. પણ હમણા અમેરિકાએ ભારતના લાભમાં બહુ સારો નિર્ણય લીધો. આતંકવાદી હેડલીને ભારતને નહિ સોપવાનો. ભારતે બહુ માગણીઓ કરી. હેડલીને ભારતને સોપી દેવાની. કે જેથી ભારત તેની વધુ તપાસ કરી શકે, મુંબઈ આતંકવાદી હુમલા માટે (મુંબઈ નો કયો હુમલો?). પણ અનેક માંગણીઓ પછી પણ અમેરિકા કોઈ પણ સંજોગો માં હેડલી ને ભારતને સોપવા તૈયાર ના જ થયું. આંતરરાષ્ટ્રીય ધોરણે તો ભારત સરકારને નીચું જોવા જેવું થયું પરંતુ ભારતની પ્રજા માટે બહુ સારું થયું. કારણ?
જો અમેરિકા હેડલીને ભારતને સોપી દેત તો ભારતની સરકારો તેનું શું કરી લેત? કશુંજ નહિ. જેલ માં ઠાઠથી રહેત. ફિલ્મો જુએત. રોજ નવી નવી વાનગી ખાત. ટોપ ક્લાસ સુરક્ષા મળેત. જેલમાં બેઠા બેઠા મોબાઈલથી દુનિયા ભરમાં મિત્રો સાથે વાતો કરેત. જલસાથી જીવેત. પોતાના ૬-૮ વ્યક્તિના કુટુંબને ટુંકા પગારના લીધે ક્યારેય મલ્ટીપ્લેક્ષમાં ના લઇ જઈ શકતો માણસ ક્યારેક લોન લઈન ને માર્ચ માં ટેક્ષ ભરે છે. અને આ માણસ પોતાની જીંદગીમાં કુલ જેટલા રૂપિયા કમાઈ નથી શકતો તેટલા રૂપિયા તો રોજ આ હેડલીની સુરક્ષા અને એશો-આરામ માં વપરાત. આમ કરતા થોડા વર્ષો નીકળી જાત. પછી કોઈ રાજકીય પક્ષ તેને પોતાના પક્ષમાં લઇ લેત. ટીકીટ આપેત અને તે ચુંટણી માં ઉભો રહેત. અને ભૂતકાળ જોતા તો તે જરૂર ચુંટાઈ પણ જાત. હેડલી નેતા બની જાત અને ભારતની પ્રજા પર રાજ કરેત.
પણ બિચારા હેડલીના નાસિબ ખરાબ અને ભારતના સારા કે અમેરિકા ને સદબુધ્ધિ સુઝી અને હેડલીને ભારતને સોપવાની ના પાડી દીધી.
ભગવાન જે તે કરે તે સારા માટે…………..
અથવા તો તેને છોડાવવા માટે કોઈ આતંકવાદી સંગઠન પ્લેન હાઇજેક કરત. કસાબ જીવે છે ત્યાં સુધી આ ડર જો કે રહેવાનો જ .
ખુબ સરસ વાત કહી ભાઈ, પણ આ બધુ તો આપણી એકતામા જે અનેક્તા છે એટલે કે આપણામાં જ એક્તા નથી એનુ પરીણામ છે…..