કૃષ્ણ ના જીવન માંથી માણસજાતે જેટલા ઉપદેશો અને સારી બાબતો શોધી કાઢી તેની કરતા પ્રશ્નો વધારે પૂછ્યા છે. આમ તો જોકે એ વાત પણ વ્યાજબી છે. જો સામાન્ય માણસ ને તેની વાત સમજાય જાય તો તો તે પૂર્ણ પરમેશ્વર શેના?
એક સર્વ સમાન્ય પ્રશ્ન: કૃષ્ણ માથુરમાં માં જન્મી ગોકુલ માં વસ્યા. ૧૨ વર્ષ અહી રહ્યા. નંદ અને યશોદા થી શરુ કરી રાધા સુધી સહુ ને પોતાના પ્રેમ માં તરબોળ કાર્ય અને છેવટે દરેક ને રડતા મૂકી ચાલ્યા ગયા. નંદ યશોદાએ આખી જીંદગી દુખી થઇ પસાર કરી. જેના પ્રેમ ને આજે પણ માઈલસ્ટોન ગણી પૂજવા માં આવે છે તે રાધા ની વેદનાનું તો પૂછવું જ શું?
શા માટે કૃષ્ણ તેમને છોડી ને જતા રહ્યા? પોતાના કર્તવ્ય માટે ભલે તેમને જવું પડ્યું હોય પણ તે ક્યારેક તેમને મળવા તો આવી શકેત? અથવાતો શું તેમને તે સાથે નહોતા લઇ જઈ શકતા? નરકાસુર ની કેદ માં રહેલી ૧૬૦૦૦ સ્ત્રીઓને છોડાવી દ્વારિકા લઇ જનાર કૃષ્ણ શું એક રાધા ને સાથે ના લઇ જઈ શકેત? વાસુદેવ અને દેવકી ને સોનાના મહેલા માં પોતાની સાથે રાખનાર કૃષ્ણ શું નંદ યશોદાને સાથે ના લઇ જઈ શકેત?
જરૂર લઇ જઈ શકેત. પરંતુ સમજવાની વસ્તુ એ છે કે પોતાની પ્રેમિકા ના મૃત્યુ પાછળ આત્મ હત્યા કરીને પોતાની ફરજો ચુકતા પ્રેમી માટે કદાચ આ એક દેખલો બેસાડવાનું તેમને વિચાર્યું હશે. સબંધો માણસ નું જીવન સરળ બનાવવા છે નહિ કે કઠીન બનાવવા. પ્રેમિકા કોઈ અન્ય ની સાથે કોઈ પણ કારણ સર પરણી જાય તો તેની પર એસીડ ફેકનાર કે માંકડ મારવાની દવા પી જનાર પ્રેમી શું સાબિત કરવા માગતો હશે? પુત્ર પ્રેમ ની ઘેલછા માં પોતાનું કે પુત્ર નું અહિત કરનાર માતા પિતા શું એમ સમજતા હશે કે પોતે અને પુત્ર અમર છે? હમેશા સાથે જ રહેવાના છે?
ના. તો પછી શા માટે માણસ આ રીતે પોતાના કર્તવ્ય માંથી વિમુખ થતો હશે?
રાધા અને નંદ યશોદા ને છોડી કદાચ કૃષ્ણ આજ સાબિત કરવા માગતા હશે. કશું જ શાશ્વત નથી. કોઈ તમારી સાથે હમેશા રહી શકવાનું નથી. સમય અવિરત છે. ચાલ્યાજ કરવાનો છે. અટકો નહિ. આગળ વધો.
ગીતામાં આને જ સ્થિતપ્રજ્ઞ કહ્યા છે. પણ જો દરેક આ કરી શકે તો તો દરેક કૃષ્ણ ના થઇ જાય?