ભય એ માણસની જીંદગીમાં બહુ મહત્વની વસ્તુ છે. એ ભય જ છે કે જે મણસને મહામાનવ બનતો રોકે છે. કોઇ પણ સાહસીક કાર્ય કરતાજ સહુથી પહેલા માણ્સરના મન માં ઉભી થતી લાગણી ભય છે. અને તે માણસને સાહસ કરતા અટકાવે છે. જો અા ભય અભય માં ફેરવાઇ જાય તો ઘણી સમસ્યાઅોનું સમાઘાન થઇ જાય.
અાવે છે કયાંથી અા ભય? શુ નાના બાળકને કોઇ ભય છે? ના બીલકુલ નહી. તેને નથી અંઘારાનો ભય, નથી એકલતાનો, નથી અાગ, નો નથી નિષ્ફળતાનો. ભય તો તેનામાં મુકવામાં અાવે છે, કહેવાતા વડીલો મારફત.
જો બાવો અાવ્યો…. ઉપાડી જશે.
ભપ થઇ જવાય.
જો પોલીસ અાવી
એમ ના કરાય લોહી નીકળે.
બસ અામ કરતા કરતા કયારે તના મા ભય સ્થાપીત થઇ ગયો તેની કોઇ ને ખબર પણ નહી પડે.
કેળવણી જરુરી છે પણ અા રીતે નહી. બાકી નાનપણ માં રમતમાં જ જમીનથી 10 12 ફુટ સુઘી ઉચે ઉછળતું બાળક મોટુ થતા ટેબલ પર પણ સારી રીતે ચડી શકતું નથી તેનું કારણ? ભય. બીજુ કશુજ નહીં.
કેળવણી એવી અાપો જે મનુષ્યને અભય બનાવે.