પ્રજાસત્તાક ભારતનો કેસ સ્ટડી- Republic Day of India

આજે ૨૬મી જાન્યુઆરી. ભારતની પ્રજાએ પોતાની સત્તા આજના દિવસે પોતાના હાથ માં લીધી તેમ કહી શકાય. આ બાબતને અનુલક્ષીને કઈક કહેવું છે. એન્જીનીઅરીંગ નો વિદ્યાર્થી છું અને છ વર્ષથી મેનેજમેન્ટ કરું છું એટલે બધી જગ્યાએ કેસ સ્ટડી જોવાની ટેવ પડી ગઈ છે. માટે આહી પણ થોડા કેસ સ્ટડી જ રજુ કરું છું.

૧) દિલ્હી થી આવેલો એક અત્યંત સામાન્ય ઘરનો સામાન્યથી પણ ઉતરતો છોકરો નાટકબાજી કરીને ખુબ નામ કમાય છે. થોડાજ સમયમાં ભારતની પ્રજા તેને શાહરુખ ખાન બનાવી દે છે. તેના નામ ના સહારે કેટલાયે લોકો જીવે છે તો કેટલાયે આત્મ હત્યા કરીને મરી જાય છે. અને એક દિવસ આ શાહરુખ ખાન કહે છે કે પાકિસ્તાન ના ખેલાડીઓ ને આઈ પી એલ માં ના રમવા દીધા એ બહુ મોટો અન્યાય છે. આ ભાઈ ને બહુ દુખ થયું. ભારતની પ્રજા ટીકીટના પૈસા ખર્ચેત, એ પૈસા માંથી કરોડો કરોડો રૂપિયા આ ખેલાડીઓ પાકિસ્તાન લઇ જઈ શકેત. આ રૂપિયા ફરતા ફરતા કોઈ ખોટા હાથમાં પહોચેત. તેમાંથી કેટલા બધા બોમ્બ બની શકેત અને ભારતની આ પ્રજાને મારી શકેત. શાહરુખ ખાન ને કેટલું દુખ થયું કે પકેસ્તાનના ક્રિકેટ હીરોને ભારતે રમવા ના દીધા. હવે થોડા જ દિવસમાં શાહરુખ ખાન ની માય નેમ ઇઝ ખાન આવશે. ફરી આજ પ્રજા પોતાના કરોડો રૂપિયા તેની પર ઓવારી દેશે.

૨) પ્રજાના અબજો અબજો રૂપિયા ના ખર્ચે ચુંટણીઓ યોજાણી. આ ચૂંટણી માં ચુંટાઈ ને એ કે એન્ટોની નામના એક મહાનુભાવ સરંક્ષણ મંત્રી બન્યા. ભારતની પ્રજાની રક્ષાની જવાબદારી તેમણે સ્વીકારી અને તે જવાબદારીના ભાગ રૂપે તેમણે ભારતની પ્રજાને કહી દીધું કે “પ્રજા વધુ આતંકવાદી હુમલા માટે તૈયાર રહે”. પણ તેમણે એ ચોખવટ ના કરી કે તૈયારી ના ભાગ રૂપે પ્રજાએ કરવાનું શું? ૧) મરવા માટે તૈયાર રહેવાનું? ૨) ઘરની બહાર નીકળવાનું બંધ કરી દેવાનું? ૩) કે પછી પ્રજાએ પોતેજ હવે લાકડી સાથે રાખવાની કે જેથી આતંકવાદી બોમ્બ ફોડવા આવે તો તેને મારી શકાય?

૩) સંજય દત્ત નામના એક કલાકારે મુંબઈ માં હુંમલા કરવાના એક અભિયાન માં ભાગ લીધો. હથિયારો સાચવવાની જવાબદારી પોતાના શિરે લીધી. અને સફળતા પૂર્વક પાર પાડી. સેકડો પ્રજાજનો ને મારી નાખ્યા. પરંતુ આ સંજય ના નસીબ ખરાબ એટલે પકડાઈ ગયો. થોડા વર્ષ જેલ માં કાઢ્યા. જેલ માંથી નીકળી તે મુન્નાભાઈ બની ગયો અને પ્રજા ફરી તેના પર મરવા લાગી. ૧૫ વર્ષે સજા નો ચૂકાદો આવ્યો. પરંતુ આ સંજયભાઈ ચૂંટણી માં ઉભા રહી ગયા. પ્રજાએ મત આપ્યા. સંજય એમ પી બની ગયો. હવે તે સંસદ માં બેસી કાયદો ઘડાશે. પ્રજા તે કાયદા નું પાલન કરશે.

આવતો ઘણા ઘણા ઘણા, ગણ્યા ગણાય નહિ વીણ્યા વીણાય નહિ એટલા કેસ ભારત ની પ્રજાએ વિશ્વ સમક્ષ મુક્યા છે. એટલે વધારે લખતો નથી. પણ આવા કેસ સ્ટડી રૂપે ભારતે વિશ્વ સમક્ષ જે કન્ક્લુઝન મુક્યું તે વિશ્વ ને જરૂર કામ લાગશે. “મૂર્ખ પ્રજાના હાથમાં જો શાસન આવે તો તે દેશ ના હાલ ભારત જેવા થાય છે.”

મારી વાત થી જો કોઈ ની લાગણીઓ દુભાણી હોય તો ક્ષમા કરશો. સાચું કહું તો બહુ પીડા થાય છે મને પણ આ લખતા કારણ કે હું પણ આજ પ્રજાનો ભાગ છું. પણ જે ઘર માં રહું છું તે ઘરની ગંદકી કેમ કરી ને સહન કરું? મારું બાળપણ ઘડનારા મારી માતા સહીત ના દરેક લોકો નો કદાચ આમાં વાંક છે. તેમણે મારામાં આ દેશ ભક્તિ ભરી દીધી. એટલેજ બહુ દુખ થાય છે આ જોઈને.

હું કોઈ પણ પ્રકારના રાજકીય કે ધાર્મિક સંગઠન નો ભાગ નથી. કે ક્યારેય થવાનો નથી. એક સારો ભારતીય બનવા ઇચ્છુ છું અને બસ એજ પ્રયાસ ના ભાગ રૂપે એવું લાગ્યું કે બીજાને આ જણાવું.

દુનિયામાં કશુજ શાશ્વત નથી, ખબર નહિ સમય ના આ અવિરત પ્રવાહ માં કેટલી ધરતી અને કેટલા ભારત બન્યા અને ખોવાઈ ગયા. પણ જે હાલમાં આપણી પાસે છે તેને જાળવવું એ પણ આપણી ફરજ છે. તમે જ્યાં પણ છો ત્યાં શક્ય હોય ત્યાં સુધી આ ફરજ નીભાવો તેવું હું ઈચ્છીશ. તન નહિ તો મન થી અને મન નહિ તો ધન થી અને ધન નહિ તો માત્ર વિચાર થી પણ જો કાર્ય સતત ચાલુ રહેશે તો ભારતની ભવ્યતા ને ટકાવવાની આશા પણ જીવંત રહેશે. તમે કહેશો એકલાથી શું થાય? પણ ૧૦૦ કૌરવો અને તેમની ૧૮ અક્ષૌહિણી સેનાને હરાવવા પાંચ પાંડવો અને એક કૃષ્ણની જ જરૂર પડે છે. અને જ્યાં કઈક સારા માટે પાંડવો લડવા તૈયાર હોય ત્યાં કૃષ્ણ તો કહ્યા વગર પહોચી જાય છે.

3 thoughts on “પ્રજાસત્તાક ભારતનો કેસ સ્ટડી- Republic Day of India”

  1. વિશાલ

    બહુ જ સારું લખ્યું છે તમે…..

    અભાર તમારો..

    શુભેચ્છા સાથે..

    વિશાલ

  2. Hey Prashant.. It’s a true post.. we are champ in leaving histories n cases to make others learn from it.. but sorry to say.. the learners are always outsiders.. !!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *


Scroll to Top