બાબા રામદેવે છાપામાં જાહેરાત આપી છે. ટીવીની બે ચેનલ ઉપર લાઈવ યોગ કરાવે છે એવી. ઓનલાઇન યોગનો જુવાળ આવ્યો છે હમણાં. ખૂબ બધા યોગીઓ કરાવી રહ્યા છે. જેવો જુવાળ ઓનલાઈન ક્લાસીસમાં આવ્યો હતો એક સમયે એવો જ.
મને મલ્ટીપલ રેફરન્સ મળ્યા છે ઓનલાઇન યોગ કરાવતા હોય એમના. બાકી એડ અને સર્ચ સજેશનથી ઘણા જાણવા મળ્યા. ખબર નથી આ ટ્રેન્ડ કોણે શરૂ કર્યો અને અત્યારે કોણ આમાં લીડર છે.
પણ બાબા રામદેવે પોતાની ખુબ સરસ પર્સનલ બ્રાન્ડ બનાવેલી યોગ કરાવીને અને એના જ પાયા ઉપર પતંજલિ નો આખો બિઝનેસ ઊભો કર્યો. ખુબ સરસ ભરોસાપાત્ર બિઝનેસ બન્યો. પૈસા પણ મળ્યા, સન્માન પણ મળ્યું અને લોકોનો ખુબ પ્રેમ પણ મળ્યો. પણ ત્યાર પછી ખોટા કારણો અને ખોટા વિવાદો માટે વધુ ચર્ચામાં રહ્યા. એ દરમિયાન એ યોગ કરતા કે કરાવતા કે કેમ એ તો બહુ ખબર નથી પણ ક્યારેય ખાસ મારા ધ્યાનમાં એવું જોવા સાંભળવામાં આવ્યું નથી. અને હવે ટ્રેન્ડ આવ્યો છે એટલે ફરી પાછું શરૂ કર્યું એવું લાગે છે. જો એમણે પોતાની યોગી અને યોગ શિક્ષકની ઈમેજ એમ જ રાખી હોત અને એ દિશામાં સતત પ્રયત્નશીલ રહ્યા હોત તો ઘણો જ ફાયદો થાત બિઝનેસમાં.
આજે 25-30 વર્ષ પછી પણ google સર્ચ માટે છે અને ગૂગલ એટલે સર્ચ એ આખી દુનિયા માને છે. સેંકડો પ્રોડક્ટ્સ બનાવી પણ સર્ચ ને અવિરત વિકસાવતા રહ્યા. ક્યારેય સર્ચ માટે યુઝર નિરાશ નથી થયો અને બીજે કશે જેવું નથી પડ્યું
બ્રાન્ડ પોતાનું કોર જાળવી રાખે અને કોર માટે સતત પ્રયત્નશીલ રહે લોકો સતત તેના માટે એ બ્રાન્ડ પર ભરોસો મૂકે એ ખૂબ જ જરૂરી છે. બીજા બિઝનેસ કે પ્રોડક્ટ કાંઈ પણ કરો પણ કોર ને સતત વિકસાવતા રહો.